Andhatri : માંડવીના વિસડાલીયામાં આદિવાસી સમાજનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ. આદિવાસી કલાકારો દ્વારા અનેકવિધ કૃતિઓની પ્રસ્તુતિ માંડવી તાલુકાના વિસડાલીયા ગામે આવેલા ભીડભંજન હનુમાન મંદિરે આદિવાસી નૃત્ય અને ગાયનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમ માંડવી મામલતદાર વસાવા તેમજ ટીડીઓ રવીન્દ્રસિંહ સોલંકીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આદિવાસી સર્વાગી વિકાસ સંથ વાઝરડા (સોનગઢ) નિર્મલાબેન ગ્રૂપે નાચણાની રજૂઆત કરી હતી. આદિવાસી યાહામોગી ગ્રૂપ સાગબારાના કલાકારોએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ લોક ગાયક ઉર્વિબેન રાઠવા, કીર્તિભાઈ ચૌધરીની ટીમે આદિવાસી ટીમલી નાચણા અને લોકબોલીમાં ગાયન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં સરસ્વતી મ્યૂઝિકલ એન્ડ સાઉન્ડ ગ્રૂપ માલધાનો સહયોગ સાંપડયો હતો. કાર્યક્રમનું સંચાલન ધવલસિંહ સોલંકીએ કર્યુ હતું. સંદેશ સમાચાર
સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા. આજની પેઢી ભલે સુપ્રસિદ્ધ ગીતકાર સંતોષ આનંદજીને નામથી ઓળખતી ન હોય, પરંતુ તેમના દ્વારા લખાયેલા ગીતો દરેક લોકો સાંભળે છે અને ગૂંજે છે. સંતોષ આનંદે તેમના સમયમાં ઘણા અનોખા અને અમર ગીતો લખ્યા છે. એક પ્યાર કા નગમા હૈ, ઝિંદગી કી ના ટૂટે લડી અને મોહબ્બત હૈ ક્યા ચીઝ જેવા ગીતો લખનાર સંતોષ આનંદ હવે વૃદ્ધ થઈ ગયા છે અને હવે તેમની પાસે ફિલ્મો માટે ગીતો લખવાનું કોઈ કામ નથી. શારીરિક રીતે અસહાય સંતોષ આનંદ આ દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે અને કવિ સંમેલન અને મુશાયરાઓમાં દૂર દૂર સુધી જઈને પોતાના લેખનનો જાદુ બતાવતા રહે છે. આખરે તેને એવું તો શું થયું કે તે અચાનક જ ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ? એવી કઈ ઘટના બની જેણે તેને ભાંગી નાખ્યો? આ બધી બાબતોની ચર્ચા કરતાં પહેલાં, ચાલો તેમની ગીતકાર બનવાની સફર પર એક નજર કરીએ. સંતોષ આનંદનો જન્મ 5 માર્ચ 1939ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્...
Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું. View this post on Instagram A post shared by @khergam_news_updates
Comments
Post a Comment